*Must read*
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું
અને મ્હો એ તેને ખાધું..
આમ, જેને દેખ્યું એ ગયું નહિ,
જે ગયો એને તોડ્યું નહિ
અને
જેને તોડ્યું એને ખાધું નહિ,
જેને ખાધું એને રાખ્યું નહિ,
ફળ તો ગયું પેટમાં..
હવે જ્યારે માળી એ દેખ્યું તો
દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે,
હાય..મારો શું વાંક?
પણ
જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..
કારણકે
ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..
*આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..*
????