શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે, પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે. અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે, પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે. આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં, આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે. આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર, ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે. પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું! નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.
@ "ઘાયલ "