. ? *કૃપા*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મનની અભિલાષા સુંદર મળે,
જો તમારી મહેરબાની સાથે રહે.
જીવન પણ જન્નત જેવું મળે,
આશીર્વાદ જો તમારા રહે.
બલિદાન ઈચ્છાનું જોવા મળે,
અનોખો તમારો પ્રેમ જો મારા પાસે રહે.
લાગણી તૂટવા છતાં શ્રદ્ધા જોવા મળે,
સાથીદાર મને જો એવા મળે.
લાખો સંકટ છતાં તારા શરણે બેઠો રહું,
જો સદાયે તમારી કૃપા વરસતી મળે.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા