ઝાંકળના બિંદુથી આંગણ ભીંજાય
જાણે કોઈ વર્ષા જ હોય
એક માટી નું કણ એવું દેખાય
જાણે કોઈ વર્ષા જ હોય
છોડવે છોડવે પર્ણથી ઝરકે ટીપા
જાણે કોઈ વર્ષા જ હોય
નજરું પણ એને જોઇને ભીંજાય
જાણે કોઈ વર્ષા જ હોય
આકાશે પંખીઓ ગુપચુપ છુપાય
જાણે કોઈ વર્ષા જ હોય
કળીઓ ખીલીને ફૂલો થઇ જાય
જાણે કોઈ વર્ષા જ હોય
ઝાકળના કળથી ધરણી સોહાય
જાણે કોઈ વર્ષા જ હોય.....
kh@n.com