. ? *શહીદ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
કોઈના લાડકવાયા ચાલ્યા ગયા,
બહેનની રાખડી બાકી રાખી ગયા.
દીકરાને લડવાની રીત શીખવાડતા ગયા,
ખુદ આઝાદ થઈ દેશને આઝાદ કરતા ગયા.
પોતાનું ઋણ ભરી ચાલ્યા ગયા,
ભારતમાતાનું કર્જ અદા કરતા ગયા.
પહેરવાની હતી જ્યાં લાલ સાડી,
ત્યાં સફેદ સાડી પહેરાવતા ગયા.
રહેવાનું હતું જ્યાં સાથે ને સાથે,
ત્યાં એકલા મૂકીને જતાં રહ્યા.
દીકરાઓને બતાવી હતી દુનિયા,
પણ સ્મશાન ઘાટ દેખાડી ગયા.
એક માતાના ખોળેથી ઉતરીને,
ભારતમાતાની ગોદમાં સૂઈ ગયા.
મારા દેશના જવાન શહીદ થઈ ગયા,
*શહીદ થઈ ગયા*.
? *શહીદોને ધવલ રાવલના શત શત નમન* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ