જીવન ના નવા સફર સાથે જોડાવા એ તૈયાર હતી.
મંગળસૂત્ર નો ભાર ઉતારી ઘર ની બહાર નીકળી
જ્યારે એક નજર ઘર ની અંદર નાખી,
ત્યાં એને સારા માણસ હોવા નો ડોળ કરતા લોકો સિવાય કોઈ ના જડ્યું.
હાથ પોતાની કૂખ પર ફેરવી ને કહેતી રહી.
દીકરી હું તને લઈ હવે માણસો ની દુનિયા માં આવી ગઈ છુ.