હતો એ દિવસ પ્રેમ નો....
જે બની ગયો લોહી નો કાળો દિવસ
વહી નદી ઓ રક્ત ની
માતા દેશ ની સૌ કોઈ રડી
જોઈતો તો જેને સાથ પળ બે પળ નો
એ પણ ભોગવવા એ પત્ની ને ત્રિરંગા માં પતિ મળ્યો
રાહ જોવાતી' તી જે પિતા ની
તે મળ્યા એક માંસ ના લોચા સ્વરૂપે
ઘડપણ ની લાકડી ને બદલે સહારો જોઈએ દીકરાનો
તે પિતા ને એક જય હિન્દ માત્ર મળ્યું
ધર્મ હતો જેનો બહેન ની રક્ષા નો
તે ભાઈ એ કરી પુરા દેશ ની રક્ષા
સ્વપન હતું જેનું કે મરે યુદ્ધ માં સરહદ પર
તે આજ મર્યો હથિયાર વિના આતંકવાદ ના લીધે...
#salutetoindianarmy
--પર્લ મહેતા