Gujarati Quote in Blog by Baalak lakhani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️મોહ ❤️

ક્યારેક ક્યારેક તો તારો બોવ જ મોહ લાગી જાય છે, મોહ એવો કે તને કરું અને કહી દવ કે તને કેટલો પ્રેમ કરું છું તને, કહી દવ કે જિંદગી જીવાવ ના સવાલો માં નાં ચારે ચાર વિકલ્પ બસ તુજ છો.

કહી દવ કે તારા વગર આ દિલ્લી ખૂબ દુર છે, કહી દવ કે હવે જલ્દી નથી હોતી ક્યાય પહોંચવા માટે મોડું નથી થતું, કહી દવ કે હવે તો કોઈ બતાવાંવા વાળું પણ નથી આ વખતે કે શું ભૂલી ગયો હું ઘરે, કહી દવ કે તારા વિના દુનિયા કેટલી જાલીંમ છે.

તું કોઈ અધ્યાય નથી, ઈન્ડેક્સ નથી કે નથી શીર્ષક, અલ્પીવીંરામ કે પ્રુન વિરામ નથી, નાટક નથી તું, જિંદગી ના ગ્રંથ નું તું તે સુંદર પેજ છો જેની એક એક લાઈન ને મેં ખૂબ સંભાળી ને હૈલાઈટ કરી રાખી છે, હસતાં હસતાં વાંચું છું, અને વાંચતા વાંચતા હસુ છું અને બૂક માર્ક પણ તે પેજ પર અટેકલો મળે છે, તે ગ્રંથ જે ઉમરભર સુગંધિત રહે છે, જિંદગી ના મટમેળા રંગ નો ગ્રંથ.

ક્યારેક ક્યારેક મન થાય છે કે બતાવી દવ કે મોહિત છું તને
કહી દવ કે તારો અવાજ સાંભળી ને અનુભવાય છે કે આ છોકરી માટે ગમે તે કરી જાવ, બતાવી દવ તને કે દરેક છોકરી ની જેમ તું પણ સ્પેસઅલ છો, કે તારો કોણફિંડૉંસ મારો ઓવર કોણફિંડૉંસ હોય છે,

દુનિયાદારી થી અજાણ છો સાવ ભોપી છે તું, એક છેડે લોકો દુનિયા ભર ના ગ્રંથો અને લેખક ની વાતો કરે છે ત્યાં તને શિકાયત રહે છે શું ગાંડા ની જેમ લાખિયા કરો છો, એક બાજુ લોકો દુનિયા ભર ની ફિલ્મો અને અભિનેતા ને લઈ ને વાદવિવાદ કરતા હોય ત્યાં બીજી બાજુ તારી મારી સલગેલી સિગારેટ ને ફેંકી દેવાની તરકીબ શોધતી હોય છે. દુનિયા જ્યારે ભક્તો અને ચમચા ની લડાઈ મા પડયાં હોય છે, ત્યારે હુમલો કરી ને મારું કાળજું લૂંટી લે છો.

સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને..
હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાઓએ જ ડૂબાવ્યો છે મને..!!

આ દુનિયા ની તો નથી તું, પ્રેમ છો, ચાહ છો, વ્યંગ છો કે મહેણું
, તારી દરેક અદા ગાલ લાલ કરી દે છે, જીવડો તરબોળ કરી દે છે, સપ્તરંગી હદય માં ઉજળો રંગ છો તું. પ્રેમ ની કલમ ની શાહી છો તું. વારાણસી પ્રયાગ થી પણ ઉપર સોમનાથ ની ગાથા છો તું

કોંગ્રેસ અને ભાજપ ના રાજકારણ વચ્ચે ની નાટા છો, જગ અને ગ્લાસ વચે નો લોટો છો તું, પેસેન્જર અને બુલેટ્રેન વચે નો તફાવત છો તું, ચીકન અને પનીર વચ્ચે નું મશરૂમ છો તું. સાઈંસ અને આર્ટ ની વચ્ચે ની કોમાર્સ છો તું, મારું ગર્વ છો તું. ઉભરાટ કે ડુમ્મસ નો દરિયા કિનારો નહીં, સુરતી ઘારી છો તું, તું મોહ પ્રિયે અને આ મોહ થી મહોબત છે, મહોબત

તારી ઇચ્છા હતી ને કે હું બધું ભૂલી જાવ? કોશિશ રોજ કરું છું ઘણું ભૂલવા પણ લાગીયું છું, બસ ખાલી તે યાદ રાખું છું શું ભૂલવું છે મારે અને તું કાંટસથ થઈ જાય છે


❤️?બાળક

Gujarati Blog by Baalak lakhani : 111094633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now