"શહીદોને શ્રધ્ધાંજલિ, શબ્દાંજલિ "
હવે કોઈ કાળે સમાધાન નૈ થાય,
લડીશું નહીં તો એને ભાન નૈ થાય.
હવે ચૂપ બેસી રહ્યાં તો એ સમજો,
કોઈ ને તમારા વિશે માન નૈ થાય.
પરત આપીદો દેશ ને આજ ઈલ્કાબ,
કોઈ બુધ્ધિજીવીનું સન્માન નૈ થાય.
ઉઠાવો હવે શસ્ત્ર અર્જુન બનીને,
ચર્ચાથી સીધા કોઈ શૈતાન નૈ થાય.
હશે દેશ આતંકથી જ્યાં સુધી ત્રસ્ત,
દિવાળી નહીં થાય રમઝાન નૈ થાય,
ગમે ત્યારે 'સાગર' પ્રલય લાવી દેશે,
હવે યુધ્ધનું કોઈ એલાન નૈ થાય.