Gujarati Quote in Song by Suresh Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ હું લખું એક પ્રેમ કહાની
જેનો હું છું રાજા ને તું છે રાની
છે એ તો બહુ વાત મજાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની

જ્યારે પેહલા મળતીતી આપણી આંખો
બસ પછી જ પ્રેમની ફૂટતીતી પાંખો
વાત થઇ તી કાંઈક બહુજ છાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની

પછી મળ્યું એક દિવસ મને તારું દિલ
જોયું તો મારી પાસે નતુ મારુ દિલ
ત્યારે સમજાયું કેમ થઈ હું દીવાની
ચાલ હું લખું એક પ્રેમ કહાની

નથી કેશ કાલી ઘટા કે હોઠ કોમળ મારા
નથી ચહેરો ચાંદ કે બદન પર સિતારા
તોય તે મારી સુંદરતા વખાણી
ચાલ હું લખું એક પ્રેમ કહાની

ના જોયું મેં પણ તારામાં કાઈ શેષ કે વિશેષ
છતાં પૂજતી રહી તને હર હમેશ
ફક્ત તારા હૃદયથી જ હું ખેંચાણી
ચાલ હું લખું એક પ્રેમ કહાની

બસ રેહવું છે આમજ,નથી આવવું હોશ માં
આવીને મુજ ને લઈ લે તું, તુજ આગોશ માં
જાણે કે સાગર માં સરીતા સમાણી
ચાલ હું લખું એક પ્રેમ કહાની.

Gujarati Song by Suresh Patel : 111094525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now