આવો સામી છાતીએ તો ખબરયું પડે....
બાકી બાયલાં જ પાછળ થી ઘા કરે....
રક્તવાહિની માં દુધ છે. માંનું
ટીપે ટીપું કહે છે. નથી જુકવાનું
સાચા ની તો ખળે ખબરયું પડે....આવો..સામી છાતીએ....તો.
માં ભોમ ને ખાતર બલિદાન દીધું...
અમે તો માં ભારતી નું રક્ષણ કીધું....
અહીં તો માથા પડે ને ધડ લડે...આવો..સામી છાતીએ...તો
અરે જન્મ લેનાર બાળક નું મોં પણ ન જોયું...
ખબર નથી ઈ કયારે હસ્યું ને કયારે રોયું...
અમે બસ શહિદી વહોરી છે.એકલા પંડે...આવો..સામી છાતીએ...તો
જોજો અમારી શહિદી બેકાર ના જાજો...
બદલો લઈ ને જ માં
ભારતી ના ગુણગાન ગાજો....
બસ અંતિમ ઈચ્છા એટલી જ કે ફરી ભારત માં જ જન્મ જડે....
આવો સામી છાતીએ તો ખબરયું પડે...
બાકી બાયલાં તો પાછળ થી ઘા કરે....