હે ક્રિષ્ન, સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયંમ પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ સરણ માં આવ્યા છે
એને લીલા તોરણે વધાવો
ને શોર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યા છે
ધન્ય થયું તુજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈને આવ્યાં છે
તારી આંખોને એણે પાવન કરી
હવે હૃદયથી સ્નેહ વરસાવો
કે એને છાતી સરસા લાગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમના પ્રેમાળ પિતા આવ્યાં છે
હે કૃષ્ણ સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયંમ પધારો
કે લાડકવાયા આવ્યાં છે