?તારી યાદ "માં"?
આંસુ બનીને યાદ આવીને
ઝાકળ બની ગઈ
ઝાકળ પડ્યું ફૂલ પરને
ફરી યાદ બની ગઈ
એ યાદને સાચવી રાખી હૃદયમાં
તો ધબકાર બની ગઈ
સમયમાં સાચવી યાદને
તો વિગતવાર બની ગઈ
સાચવું હૃદયમાં એ ઘટના
તો વારંવાર બની ગઈ
છુપાવી તેને સૂકા ગુલબમાં
તો સુવાસ પ્રસાર બની ગઈ
વીતી ગઈ છે કાલમાં છતાં
તે યાદ આવનાર બની ગઈ
મુકું હું તને ક્યાં હૃદયસાગરમાં
હું તારામાં મઝધાર બની ગઈ........