લાગણીનો સરવાળો થયો નેપ્રેમનો થયો ગુણાકાર
જવાબમાં મળ્યો છે કૈક વિશેષ ઉપહાર
પણ નજરથી નજર મળીને નજર ઝુકી
બસ આટલીજ ઘટનાનો થતો કાયમ આપણે વ્યવહાર
શબ્દો ના બોલયને તોય સમજાય જતું
મારી તારી વચ્ચે છે સ્નેહ નથી કોઈ વિકાર
બધી વાતોની રજુઆત જરૂરી નથી
ક્યારેક તો રાખીએ આવી રીતનો સદાચાર
ના શબ્દોની શરૂઆત કરવી ના કોઇ ઉપાય
તાઓ ઇન્તજાર મારી પ્રીતનો આધાર