કવિતા વિશેષ―:
જય જવાન.????
પિતા નો પ્રેમ હતો
માં નો સાથ હતો
જીવનમાં સંઘર્ષ હતો
પણ ચાલતો શ્વાસ હતો.
ભાઈ નો ઉલ્લાસ હતો
બહેન નો નાદ હતો
દીકરાને ગર્વ હતો
કે પિતા નો માથે હાથ હતો
ઘર નો દીવો હતો
દીકરા ને આઘાત હતો
શું થયું એ સમજ ન હતી
પણ એક ઘભરાત હતી
સમાજ નો સાથ હતો
પણ એક બાપ, દીકરો,ભાઈ, કે વર નહોંતો
બસ એક સવાલ હતો
કે આનો શું વાંક હતો
આજે પ્રેમ નો દિવસ હતો
તે મારો સિંદૂર હતો
પુરા ભારત નો આશીર્વાદ હતો
એને ભારત માં પર વિશ્વાસ હતો
આજે એનો પ્રાણ છૂટ્યો
ત્યારે પણ તે ખુશ હતો
કે મૃત્યુ પામ્યું તે શું થયું
મારો ભારત દેશ તો સુરક્ષિત હતો
મારો ભારત દેશ સુરક્ષિત છે
અને મારો ભારત દેશ નો મને આશીર્વાદ તો હતો.............
????ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ મારા ભારત ના સૈનિકો ને.????
અસ્તુ????
S.p.