English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

15-02-2019 ❤વેલેન્ટાઇન ડે❤


ખોટા વચનો અને વાયદા આપવા-લેવા ની પ્રથા એટલે વેલેન્ટાઇન ડે

પરદેશ મા ફુટી નિકળેલા બિજ ને ઉછેરી ને મોટુ કરેલુ વ્રુક્ષ એટલે વેલેન્ટાઇન ડે

મિત્રતા થી પણ આગળ વધવા પ્રેરિત કરતુ છીછોરાપન એટલે વેલેન્ટાઇન ડે

જો ના પાડશે તો ઇનસલ્ટ થશે નો ડર અપાવતો દિવસ એટલેે વેલેન્ટાઇન ડે.

બધા કહી દેતા હોય છે તો હુ પણ કહી દઊ ની હિંમત આપતો દિવસ એટલે વેલેન્ટાઇન ડે.

મુરજાયેલા ફુલ અને ટુટેલા દિલ ના ટુકડા રુપી લાગણીઓ રજડતી મુકી જતો દિવસ એટલે વેલેન્ટાઇન ડે

સિંગલ માટે આનંદ અને આવેગો નો ઉમડકો લાવતો અને મેરિડ માટે "હા મારી લાઇફ મા ફક્ત એક તુ જ છે" કેહવા નો અવસર આપતો દિવસ એટલે વેલેન્ટાઇન ડે.

લંગોટિયા મિત્ર ને ક્યારે પુછ્યુ હતુ કે Will U be My Friend ?
જવાબ હશે કદાચ "ના"

પ્રેમ કઇ એમ જ ના થાય અને પ્રેમ ક્યારેય પુરાવા પણ ના માગે.
એતો એની અાંખો મા દેખાય
ચેહરા ના હાવભાવ થી સમજાય
અને વ્યક્તિત્વ મા અનુભવાય

આ દેખાદેખી ના યુગ મા વધારે આશ્ર્ચર્ય તો ત્યારે થાય જ્યારે વર્ષો થી સાથે રેહતા દંપતી એકબીજા ના ફોટા સ્ટેટ્સ મા મુકી ને લખશે હેપી વેલેન્ટાઇન ડે. (સખત 'ફેક' અને 'શો ઓફ' લાગે મને આ)

આટલા વર્ષો થી એના નામ ની પાછળ મારુ નામ લખી અને મારા ઘર મા જગ્યા આપ્યા બાદ પ્રેમ નો બીજો કોઇ મોટો સબુત હુ કેમ આપુ ? અને વર્ષો થી મારી એંઠી થાળી મા જમનાર પાસે હુ વધારે પ્રેમ ના પુરાવા ની અપેક્ષા કેમ રાખી શકુ ?

ટુંક મા, પ્રેમ ના નામ પર પરાક્રમ કરવા માટે નો સૌથી વાહિયાત દિવસ એટલે વેલેન્ટાઇન ડે

English Thought by Jimmy Jani : 111093282
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now