*કદીક સીધું,કદીક આડું*
*ચાલ્યાં કરવાનું આ ગાડું.*
*કર્મની ઘંટી દળતી રહેતી*
*થોડુંક ઝીણું,થોડુંક જાડું.*
*સપનાંઓને રોકો ત્યાં તો*
*ઈચ્છાઓનું આવતું ધાડું.*
*આંસુનાં તોરણો બાંધીને*
*આંખો પૂછે,સેલ્ફી પાડું?*
*આ જીવન છે જ અડવીતરું*
*બસ, દિલથી જીવી લો થોડું*
??? શુભ સવાર???