તાલાવેલી થઇ રહી છે તને મળવાની,
અને દિલમા રાસ જામી છે તને જોવાની.
તુ જે મને છોડીને ગયી હતી,આજે દોડીને આવાની છે.
તુ પેલા દરવાજાથી આવીશ તો તે શુ પહેરયુ હજે ?
ઘાઘરો-ચોળી,જીન્સ કે પછી ગાઉન,
એમાય લાલ-લીલુ,કાળુ-ધોળુ કે સતરંગી.
હુ વિચારી જ નથી શકતો.
પણ એટલુ ચોક્કસ ખબર છે,તુ જે પહેરીશ કમાલ લાગીશ.
તારા સ્વાગત માટે હુ એકલો ઉભો નથી,
ઘણા લોકો છે સગા, અમુક અપરીચીત.
બધાએ ડ્રેસકોડ રાખ્યો છે સફેદ.
તને મળવા મારી ખુશીનો પાર નથી,
પણ બીજાબધા ખબર નઈ કેમ રડે છે ?
બધા મને સોલ અને માળા પહેરાવી રહ્યા છે.
સંયા પણ સજાવી રહ્યા છે.
એ બધુ છોડને પણ મારે તો બસ તને પામવાનુ છે.
-રેરા