વાતો તો ઘણી છે પણ હોઠે નથી,
મૌસમ પણ રંગીન છે આજે તો પ્રેમ નો દિવસ છે
કોણ આજે સાર્થક કરે છે સાચા અર્થ માં તુ કે હું.
તારા દિલ માં તો ભલે ગમે તે હોય મારા દિલ માં
તો તારા સિવાય બીજું કોઇ નથી,કોણ આજ ના દિવસ ને યાદગાર બનાવે છે, તુ કે હું......
પ્રેમ તો બધાં કરે છે, પણ પ્રેમ
નું નામ કોઇક ને મળે,
પ્રેમ તો બધાં કરે પણ સાચો કોણ કરે છે,
આપણા બે માંથી આ દિવસ ને કોણ સાચો બનાવે
તુ કે હું ........
તુ ને હુ હજી બીજ જ છીએ કુમણા ફળ બનવાનું તો હજી બાકી છે, ચાલ આપણે આજ ફળ બની જઇએ, આજે તો પ્રેમ વ્યકત કરવાનો સમય છે,
ચાલ કોણ પહેલા કોણ કરે છે વ્યકત તુ કે હું......
હજી તુ નાદાન છે, ને હુ પણ ચાલ હજી નવો નવો પ્રેમ છે એને ફળ બનાવી એ કોણ આને પહેલા કરે છે તુ કે હું.......
ચાલ સપનાં સાચા પાડીએ તુ
હુ આપ જીવન ની પોથી માં રંગ કરીએ
પ્રેમરંગ થી જીવન ને સજાવીએ,ચાલ આમાં કોણ શરુઆત કરે તું કે હું...........
હજી તો આ હસીન શરુઆત છે, પણ પ્રેમ છોડ નો કોણ સારો ઉછેર કરે છે તું કે હું.........
"લબ્સ"