#સમય
મિત્રો એક સમય હતો 8 વર્ષ પહેલાનો કે જ્યારે મને કોઈ નિર્જીવ આલાર્મ નહિ પણ મારી મમ્મી સવારે મને જગાડતી,તે વખતે સાલી ગાડી નહોતી તો પણ પગપાળા ચાલવાની મોજ કંઈક ઓર હતી,રસ્તામાં કોઈ મિત્ર દેખાય તો એ ના બોલાવે તો હું સામેથી બોલાવી લવ અને હસતા હસતા સાથે સ્કુલ પર જઈએ,સ્કુલની પ્રાથના ની અંદર જે કુતરાનો અવાજ કાઢીને જે ખુશી મળતી સાલું અત્યારે જ્ઞાન ની હજારો વાતો કરવાથી પણ નથી મળતી,સ્કુલમાં દોસ્ત સાથે ઝગડો થાય તો બોલવાનું બંધ પણ 6 દિવસમાં જેમ હતું તેમ,સ્કુલ પરથી છૂટીને 5 રૂપિયાના 3 સમોસા ખાવાની એ મજા કંઈક ઓર હતી અને એ મજા અત્યારે કદાચ મેકડોનાલ્ડ ની અંદર પણ નથી મળતી,પાછું રાત્રે બધા મિત્રો પૂલ નીચે મળીયે અને એ બેસીને ગપ્પા મારીએ,સાલું ત્યારે હકીકતમાં એમજ થતું કે અમે આખી જીંદગી સાથે જીવશું, સાથે રમશું, સાથે જ રોજ રાતે મળશું, ગપ્પા મારશું અને કોઈ દિવસ છુટ્ટા જ નહીં પડીએ!!પણ મિત્રો આખરે 8 વર્ષ પછી એટલે કે આજના સમયમાં જ્યારે એ કોઈ મિત્રનો ફોન આવે ને જ્યારે એમ કહેવું પડેને કે,"ભાઈ અત્યારે કલાસ પર છું કામ માં છું પછી કોલ કરું" ત્યારે આમ દિલથી ખૂબ જ દુઃખ થાય,કેવું કહેવાય કેમ!પહેલા કોઈ પાસે ગાડી નહોતી તો પણ પગપાળા ચાલીને મળતા,પૈસા નહોતા તો પણ પૈસા ભેગા કરીને સમોસાની પાર્ટીઓ કરતા,ફરવા જતા પણ સાલું આજે ગાડીઓ છે,પૈસા છે પણ સાલો પોતાની જીંદગી જીવવા સમય જ નથી.હકીકતમાં જ્યારે અમે 9th માં હતાને ત્યારે હું એમ કહેતો કે સાલું મારી પાસે એક સારી બાઇક હોય ને તો હું તો આખો દિવસ ફર્યા જ કરું,અને મારી પાસે એક 4 Gb વાળો ફોન આવી જાય ને તો ગેમ જ રમ્યા કરું,પણ મિત્રો સમય છે ને!આજે બાઇક છે પણ પોતાની માટે ફરવા નો એક સેકન્ડ નો પણ સમય નથી,ફોન છે અને એ પણ 4 GB રેમ નો નહીં 6 GB RAM અને 128 GB Storage વાળો પણ હરામબરાબર આ ફોનનો ઉપયોગ કોઈ દિવસ ગેમ રમવા થયો હોય!! જ્યારે જીંદગીમાં કાઈ નહોતું ને ત્યારે સપનાઓ હતા અને આજે આ સપનાઓ પૂરા થયા તો આ સપનાને નજીકથી માણી પણ નથી શકતો.આજે ભગવાન મને કદાચ મળે ને એમ કહેને કે બોલ તારી ઇરછા શું છે? તો હું ભગવાનની પાસે ના મોટું ઘર માંગીશ,ના મોટી ગાડી માંગીશ બસ માંગીશ તો એટલું માંગીશ કે,"હે ભગવાન તારે જો મને કંઈક આપવું જ હોય ને તો મને એ 8 વર્ષ પહેલાનો સમય પાછો આપી દે!!
D.d.patel