એક મૉર્ડન મજનુએ લખેલી ગઝલ વાંચીએ,
શાયર છે- નિનાદ અધ્યારુ.
?
ધંધો ન કોઈ ગમતો ન નોકરી ગમે છે
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે
એનોજ એક ચહેરો ઘૂમ્યા કરે છે મગજ માં
ના ઘર મને ગમે છે ના ઓસરી ગમે છે
સખીઓની સાથે જ્યારે ખાય શિંગ ખારી
ફેંકે છે જે અદા થી એ ફોતરી ગમે છે
ચુંબન કે પ્યાર કંઈ પણ ઉધાર રાખશું નહીં
સમજાવી દેશું એને કે રોકડી ગમે છે.
?