. *રાત વીતી ગઈ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મધુર મધુર આવતા સ્વપ્નની રાત વીતી ગઈ,
ગઈ કાલની તૈયારીમાં સુંદર રાત વીતી ગઈ.
ચિંતાઓ કરતા કરતા સવાર ક્યારે પડશે ?
એજ વિચારમાં મારી તો રાત વીતી ગઈ.
કોઈની સાથે મળેલી સંગતથી આદત લાગી,
વાતો કરતા કરતા મારી તો રાત વીતી ગઈ.
ભગવાનના ભરોસે ચાલતી સવાર આવી,
પ્રકાશ પડ્યોને મારી રાત વીતી ગઈ.
તૂટેલી યાદોની કહાનીથી રાત વીતી ગઈ,
તો ક્યારેક ખુદથી લડવામાં રાત વીતી ગઈ.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા