ફળિયામાં આજે મહેંકતી ભીની હવા વહેતી નથી,
પડોશ વાળી છોકરી શું હીંચકે બેઠી નથી?
તો શું થયું જોયું નથી એણે કદી મારી તરફ,
એવા ઘણાં છે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી.
વર્ષો બાદ મળતાં જ એ ભેટી પડી જે રીતથી,
લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી....
-- ભાવિન ગોપાણી