દરિયાનું પાણી ??️દરિયા કિનારાની રેતી
આ બંને ખાસ મિત્રો હતા ...
પાણી કેટલા દિવસ થી રેતી ને એક વાત પૂછવા માંગતોતો અને આખરે પૂછીજ લીધું પાણી એ પૂછ્યું તું કેમ આવી છે? આટલું સ્થિર રહેવાનું ,શાંત રેવાનું ,સેજ પણ હલચલ વગર તું જીવી કેમની શકે ????
રેતી એ સામે પ્રશ્ન કર્યો (પાણી ને )
તું કેમ આવો છે તું નથી કઁટાળી જતો આમ લહેરો ,ઉછળ ફૂડ ,ઝડપ થી ..?
પાણી હસીને બોલ્યો બિલકુલ નઈ મને ખુબ ગમે છે આમ ગતિ માં રહેવાનું ,ઉછાળફૂડ , મને સ્થિર રેહવું જરાય પસંદ નથી ....
રેતી હસી ને બોલી બસ મારે પણ એમજ છે મને પસંદ છે સ્થિર રહેવાનું , શાંત રહેવાનું ....તને ગતિમાં સુકુન મળે છે મને સ્થિરતા માં .....અને ફરી બંને મસ્તી કરવા લાગ્યા ....
ભાવાર્થ : આપણું સુકુન શેમાં છે તે સમજો કોઈને જોઈને બદલાવાની જરૂર નથી ......DJC ✌️