Gujarati Quote in Good Morning by Shefali

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું છું ગુજરાતી...

બાર ગાઉં એ બોલી બદલતો માણસ હું મતવાદી,
બોલી મારી મીઠી લાગતી પછી હોય ભલે અમદાવાદી કે કાઠિયાવાડી.
હા...હું છું ગુજરાતી..!!

દિવસને ઉત્સવ બનાવી જીવતો હું મોજ મજાથી,
પોતીકો હોય કે પારકો, મનાવતો ઉત્સવ હર્ષો ઉલ્લાસથી.
હા...હું છું ગુજરાતી..!!

ફરવા માટે આખી દુનિયા ખેડુ એવો હું કરામાતી,
ખાખરા, થેપલા, છુંદા, અથાણાની હોય જ જોડે સવારી.
હા...હું છું ગુજરાતી..!!

વેપાર ધંધા લોહીમાં મારા કરતો હું એને દિલો દિમાગથી
દેશ હોય કે પરદેશ બધે વાગતો ડંકો મારો નડે ના મંજૂરી સીમાડાની.
હા...હું છું ગુજરાતી..!!

દાન દક્ષિણામાં હંમેશા આગળ તોય હું કહેવાતો કંજૂસ મારવાડી,
લક્ષ્મી પૂજક ભલે કહેવાઉ પણ મા સરસ્વતી ને પણ પુંજુ સદા કાળથી.
હા...હું છું ગુજરાતી..!!

મારા ગુણથી ગ્રંથ ભરાય તોય હું રહ્યો સાદો ને બધાનો સંગાથી,
એવા એવા ગુણો મારા ગણાવું તો જાય
રાતો આખી ને આખી.
હા...હું છું ગુજરાતી..!!

શેફાલી શાહ

again second position in Rasdhara Spardha...?

Gujarati Good Morning by Shefali : 111091765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now