#તને નય સમજાય
ઘણુ-બધુ છે અહિયા તારા સીવાય.
આ ફુલ અને એમની ખુશબુ, એના વીસે શુ કવ તને
ખાવાનાની તો તુ વાત જ ના કરતી.
નવા-નવા લોકો અને એમની અવનવી વાતો,
એમને જોવાની અને સાભંળવાની મજા તને નય સમજાય.
અહીયા ઘર નથી બંગલો છે,અને ગાદલુ ને ઔશીકુ તો માને પીછ્છાથી જ બનેલા છે.
પણ "મમ્મી" રાત પડે તારી યાદ આવી જ જાય છે.
અને તુ પણ જેમ સાભંળી રહી હોય એમ,
તારો ફોન તરત જ આવી જાય છે.
તને ભલે કાય બીજુ બધુ ના સમજાતુ હોય,
પણ તુ મને ખરી રીતે સમજે છે.
-રેરા