ફૂલ સમ મહેકને
ઝાકળ જેવી ભીનાશ
એ ગુર્જરની છે યાદ
મનહર સમ અનીલ
ને પ્રભુનો આર્તનાદ
એ ગુર્જરની છે નાદ
શીતલ સમ ચંદ્રમાં
ને ઝલકતા આભે તારલા
એ ગુર્જરની છે રાત
અગ્નિ સમ સુવર્ણ સુરજ
ને મીઠી ભૂ ની વરસ
એ ગુર્જરની છે તાપ
ઠંડો ભીનો સ્પર્શ
ને કોયલનો મધુર અવાજ
એ ગુર્જરની છે ટાઢ
ધીમી ઝરમર વર્ષાને
મોતી સમ પરસાદ
એ ગુર્જરનો છે વરસાદ
ગર્વ સમ વૃક્ષોને
રંગીન ખીલેલ પુષ્પો
એ ગુર્જરની છે પ્રભાત...kh@n.com