❛થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !
થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !
મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !
ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?❜