પ્રેમ.... શુ છે આ પ્રેમ....??
ક્યારેક આકર્ષણ તો ક્યારેક ખરેખરો પ્રેમ...
કેમ ઓળખવો કયો છે સાચો પ્રેમ...??
વ્યક્તિ જોતા જ ગમી જાય...રોજ એને જોવાનું મન થાય.... રોજ નું એનું વર્તન ગમી જાય.... એની દરેક હરકત આપણને મોહી લે.... શુ આ પ્રેમ છે???
મારા મત મુજબ આ માત્ર એક આકર્ષણ છે.....
સાચો પ્રેમ તો એ છે જ્યારે એકબીજાની ચિંતા થાય...
એકબીજા માટે નિઃસ્વાર્થ ભાવે બધુ કરી જાણીએ.....
જ્યાં સામે વાળા ને પ્રેમ છે કે નહીં એનો અર્થ જ નથી રહેતો....
પ્રેમ શબ્દ પ્રત્યે એક પૂર્વધારણા હોય છે....કે એ માત્ર વિજાતીય પાત્ર વચ્ચે જ હોય શકે....એવું જરુરી નથી....એ પરિવાર જનો, આપણા હિતકારો,મિત્રો વચ્ચે પણ હોય શકે....
પ્રેમ એ લાગણી નહીં એ જિંદગીનું અગત્ય નું પાસું છે... જેના વિના જીવન જ ન હોય શકે.....
દીકરા નો પ્રથમ પ્રેમ માતા
દીકરી નો પ્રથમ પ્રેમ પિતા
--પર્લ મહેતા