ક્યારેય કોઈ ના માટે એકાંત માં એકલા રડ્યા છો,
ક્યારેય કોઈ ના પ્રેમ માં સાવ ઊંઘેકાંધ પડયા છો....
એની તરફ આવતી મુશ્કેલીઓને ક્યારેય તમે નડ્યા છો,
ઉધઈ એ કોરી ખાધેલા લાકડાની જેમ અંદરથી સડયા છો...
એને પામવા ખાતર પોતાના ઓ સામે ક્યારેય લડ્યા છો,
પામવા એનો સહવાસ,વાસના રહિત ક્યારેય એને અડ્યા છો
એના વિરહ ની અગ્નિમાં ક્યારેય ભડભડ બળ્યા છો,
આવું થાય તો સમજજો, તમે ખુદ આજ ખુદ ને જડયા છો,,
વોરા આનંદબાબુ..."અશાંત"...લખ્યા તારીખ...11/02/2019....10:44 રાતના..