11-02-2019 એક શીખ
આમ તો હુ ટીવી બહુ જ ઓછુ જોવુ અને કદાચ જોવુ તો પણ રવિવારે ફક્ત મુવીસ જોવુ. પણ મને સિંગિંગ રિયાલિટી શો જોવા બહુ જ ગમે.
પેહલા સિંગર આંગળી થી ગણી શકાય એટલા જ હતા પણ હવે તો એટલા છે કે કદાચ વેઢા પણ ઓછા પડે. જોકે મને તો લતાજી અને રાહત ફતેહ અલી અતિપ્રિય છે.
ગઇ કાલ ની જ વાત કરુ તો રવિવાર હતો અને રાત્રે એક સિંગિંગ રિયાલિટી શો ચાલતો હતો. મહાગુરુ મા એ.અાર રેહમાન હતા. (માત્ર 4 વર્ષ ની વયે સંગીત શીખવાનુ ચાલુ કરનાર) કોઇ સિંગરે પિયા હાજી અલી સોંગ ગાયુ હવે ઓડીયન્શ ની ફરમાઇશ પર એજ જ સોંગ તેના જ મુજિક ડાયરેક્ટર અને સિંગર રેહમાને ગાવાનુ હતુ. પેહલા પોતે પોતાના "શુઝ કાઢી નાખ્યા" અને કિધુ કે "અા તો રિવાજ છે" અને પછી સોંગ ચાલુ કર્યુ. કદાચ આને જ રિસપેક્ટ કેહવાય.
જોકે મને અચરજ થયુ કે કેમ આટલી રિસપેક્ટ ? પછી મને થોડુ સમજાયુ કે એને એ રિસપેક્ટ એ સોંગ ને એટલા માટે આપી કેમકે એમા ખુદા નુ નામ આવતુ હતુ.
હવે આપણી વાત કરુ તો...
ના પેહલા શરુઆત મારા થી કરુ તો મને યાદ નથી કે નવરાત્રિ મા ગરબા ચાલુ થતા કે કોઇ સંગીત સંધ્યા કે ભજન નો આનંદ માણતી વખતે મે ક્યારેય શુઝ કાઢ્યા હોય.
કદાચ આજ તફાવત છે એની અને આપણી વિચારધારા મા. જરુરી છે સર્જનકર્તા નુ નામ સાંભળતા જ એજ ક્ષણે ભાન ભુલી એને સમર્પિત થવુ કે એને રિસપેક્ટ આપવી.
પછી તરત જ એક નિયમ મે લઇ જ લીધો કે ઓફિસ મા જમતી વખતે અને ધાર્મિક સંગીત, ગરબા કે ભજન વખતે શુઝ કાઢી ને રેહમાન ના આ વિચારને ફોલો તો અચુક કરીશ જ.