સપના ઓ નો સાહિલ ઉછલ્યા જ કરે છે ને તોય
ક્યાંક જવાબદારી ઓ નું ઝરણું માત આપી જાય છે!!
ઈચ્છા ઓ નું અનંત આકાશ છે ને તોય
ક્યાંક પરિસ્થિતિ ઓ સીમિત વિસ્તાર કરતી ગઈ!!!
સગા ઓ નો વ્હાલ સમીપ હોવા છતાંય ક્યાંક
દિલ દુરીઓ ના વ્યાપ માં જાણે ફસાતું જ ગયું...!!
સંવેદના ઓ ના ગુલાબ ખીલ્યા તોય જાણે ક્યાંક
વેદનાઓ રૂપી આભાસ અવિરત થયા જ કરે છે!!!
-Hina modha