બસ આ જિંદગી જ એક પરીક્ષા
ક્યારેક હાર તો ક્યારેક જીત
જીતી ને પણ હારી જવાય
ને ક્યારેક હારી ને પણ જીવી જવાય
એવી જ આ પરીક્ષા જિંદગી ની
ક્યારેક ચડતી ને ક્યારેક પડતી
ઘડીક માં હર્ષ ને ઘડીક માં શોક
આવી જ આ માયાજાળ જિંદગી ની
ના રહેવાય ના સહેવાય પરિસ્થિતિ એવી
એવી જ આ પરીક્ષા જિંદગીની
કોઈક ને માટે એ જ પ્રેમ રૂપી સાગર
તો કોઈક માટે એ જ ઈર્ષા નો ભવસાગર
ને વળી એ ક્યારેક નફરત નો દરિયો
આવી જ આ લોકોની પ્રકૃતિ વિશાળ
એવી જ આ પરીક્ષા જિંદગી ની.....
--પર્લ મહેતા