Gujarati Quote in Thought by Dr Sejal Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગથિયું

પગથિયું હોય ઈશ્ચરના સ્થાનકનું
ત્યાં શ્રધ્ધાને સહારે ચરણ ઉપડે ....

પગથિયું હોય સ્વર્ગ સમાન ઘરનું
ત્યાં હૈયે હ‌રખભેર ચરણ ઉપડે...

પગથિયું હોય જ્ઞાનસભર વિદ્યાલય નું
ત્યાં ઉત્સાહભેર ચરણ ઉપડે.....

પગથિયું હોય સત્યમૂર્તિ ન્યાયાલય નું
ત્યાં વિશ્વાસ ને સહારે ચરણ ઉપડે...

પગથિયું હોય વિખ્યાત હોસ્પિટલ નું
ત્યાં આસ્થા ને સહારે ચરણ ઉપડે....

પગથિયું હોય ચિક્કાર રેલ્વે સ્ટેશન નું
ત્યાં જોશભેર ચરણ ઉપડે....

પગથિયું હોય સુંદર ઉપવન નું
ત્યાં ઉમંગભેર ચરણ ઉપડે....

પગથિયું હોય ગમગીન સ્મશાન નું
ત્યાં નાછૂટકે જ ચરણ ઉપડે....

ડો.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Thought by Dr Sejal Desai : 111089137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now