08-02-2019 સ્ત્રી (ભાગ-૨)
બપોરે એને આરામ કર્યો કે નહી એ હુ નથી પુછતો પણ મને ટિફિન ભાવ્યુ કે નહી એ તો એ અચુક પુછી જ લે.
ક્યારેક શાક મા મીઠુ થોડુ ઓછુ પડ્યુ હશે તો બે વખત કોલ કરી ને SORRY કેહશે અને પુછશે કે તમે ભુખ્યા તો નથી રહ્યા ને ? સારુ ચલો આજે સાંજે તમારી ફેવરિટ ડિશ બનાવી દઇશ.
મને જમવા મા ચાર રોટલી જોઇયે જ એ એને ખબર છે અને પાંચમા માટે આગ્રહ પણ કરે જ. પણ એ કેટલી રોટલી ખાય છે એ મને કેમ નથી ખબર???
ઓફિસ થી આવુ ને સોફા પર બેસતા જ પુછી લે કે થાકેલા લાગો છો આજે કામ વધારે હતુ કે શુ ? પણ હુ આવુ ત્યારે જો એ સોફા પર બેઠેલી હોય તો હુ કેમ ક્યારેય નથી પુછતો એને કે તુ થાકી ગઇ છુ શુ ? આજે કામ વધારે હતુ કે શુ ? ગમે તેટલી ભુખી હોય કે ઉપવાસ હોય મારા પેહલા તો ક્યારેય ના જમે.
આજે સ્કુલ માંથી કયા વિષય મા હોમવર્ક આપ્યુ છે એ મને કહી દે તો કામ પતાવી ને તને કરાવી દઉ.
પપ્પા ને હેરાન ના કર એ ઓફિસ થી થાકી ને આવે લાવ તારુ હોમવર્ક હુ કરાવી દઉ આવુ તો રોજ સાંભળવા મળે જ.
જો ઓફિસ મા બેઠા બેઠા ખાલી કોમ્પ્યુટર પર કામ કરી ને રાત્રે મારા પગ દુખી જતા હોય તો એતો અાખા ઘર ની જવાબદારી માથા પર ઉપાડી ને દોડધામ કરતી હોય છે તો વિચારુ છુ કે એના પગ કેટલા દુખતા હશે?
પોતાના પગ ના વાઢિયા મા મલમ લગાવવા નૂ ભુલી જશે પણ મને ઓફિસ થી આવુ ત્યારે પાણી આપવા નુ ક્યારેય નહી ભુલે.
મારી તબિયત થોડી બગડતા તો જાણે એ વિચલિત થયી જાય. મિનિટે મિનિટે આવી ને પુછી જાય કે હવે કેમ છે ? કઇ થતુ તો નથી ને ? સુવાનો ટ્રાય કરો ઊંઘ આવી જશે બતાવી આવીશુ ડોક્ટર ને ? કપાળ ગરમ લાગે છે. અને બીજુ ઘણુ બધુ.
ક્યારેક હુ વિક્સ માગુ તો પુછસે કે માથુ દુખે છે ? તબીયત સારી નથી લાગતી ? લાવો વિક્સ હુ લગાવી અાપુ ? કેહતા જ બાજુ મા બેસી ને વિક્સ લગાવશે. પણ કયારેક એ વિક્સ લગાવે તો હુ એને કેમ કઇ જ નથી પુછતો???
રાતે ગેટ ના લોક થી લઇને દરવાજા ની કડી સુધી. ફ્રિજ મા દુધ મુકવા થી લઇને રુમ મા લાઇટ બંધ કરવા સુધી ના કામ પુરા કર્યા બાદ જ્યારે કોઇ પણ જાતની ફરીઆદ વગર અને આખા દિવસ ના થાક અને કાલ ની ચિંતા અો સાથે તે જ્યારે પથારી મા સુવે છે ત્યારે તે કદાચ બે શબ્દો સાંભળવા નો હક તો માંગે જ છે ફક્ત બે જ શબ્દો.
"તુ આપણા ઘર નુ અને પરીવાર નુ આટલુ ધ્યાન રાખુ છુ ને એટલે જ તુ મહાન છુ અને કદાચ એટલે જ તુ મને સૌથી વધારે ગમુ છુ "
?............સંપૂર્ણ...........?