"પરિશ્રમ"(સત્ય વાર્તા)
પરિશ્રમ અનેં નસીબ વચ્ચે છેડાઈ છે લડાઈ,
પોતાની સર્વોચ્ચતા માટે થઈ ગઈ છે હરિફાઈ .
હું મોટો તારાં કરતાં એવી બેવનેં છે બડાઈ,
ઝઘડા નો ઉકેલ નથી નેં બંને ગયા છે ડઘાઈ.
પરિક્ષા કરવા મનુષ્યની તૈયારી છે કરાઈ,
રાજા નામે "જડભરત"એની પસંદગી છે કરાઈ.
બંને પહોંચ્યા રાજા પાસે, પ્રશ્ન ની પૃચ્છા કરાઈ,
રાજા પડ્યાં અસમંજસ માં નેં દિવસ એક ની આલોચના કરાઈ.
રાજા ની બુધ્ધિ માં છે ઘણી ચતુરાઈ,
પરિશ્રમ ને નસીબ માટે છોડી રાજવી સગાઈ.
દિવસ એક માટે પોતાની ગણતરી પ્રજા માં છે કરાઈ,
છૂપા વેશે રાજ્ય માં ભિક્ષા માટે રાજા ની તૈયારી કરાઈ.
ભિક્ષા માંગી સાધુ પાસે, ભિક્ષા ઘણી ભેગી કરાઈ,
સાધુ દ્વારા રાજા પાસે ગઈકાલે જ ભિક્ષાની અભિલાષા કરાઈ.
રાજા સમજ્યો પરિશ્રમ ને અનેં નસીબની પણ છે બડાઈ,
પણ, જેનો સમય જ અકિંચીત ત્યાં કેવો પરિશ્રમ નેં કેવી નસીબ ની બડાઈ.
રાજા થઈ નેં ભિક્ષા આપી, નસીબ ની થઈ બડાઈ,
પ્રજા થઈ નેં ભિક્ષા માંગી પરિશ્રમ ની પણ થઈ બડાઈ.
સમય સમય ની વાત થઈ આ ક્યાં કોઈ ની ટકે છે બડાઈ,
રાજાનાં રાજવી સમયે નસીબ ની થઈ વધાઈ.
પ્રજા બનેલાં રાજા ની ખરાબ સમય સાથે થઈ સગાઈ,
આપેલી ભિક્ષા પાછી મળી પરિશ્રમ થી આલોપાઈ .
નસીબ ની કે પરિશ્રમ ની ક્યારેય નથી થતી બડાઈ,
સમય બડા બલવાન હૈ, સમય થી જ છે સૌની જીંદગી લખાઈ.
શાને કરે મનુષ્ય પરિશ્રમ કે નસીબ પર બડાઈ?
સૌથી ઉંચી છે પ્રેમ સગાઈ, જે સમય ની કલમે લખાઈ.
માધવ થી જ કંડારાઈ,
અને આપણાં અસ્તિત્વ થી જ આરંભાઈ.
સત્ય કથા આ નસીબ અનેં પરિશ્રમ ની છે લખાઈ,
બંને ની ઉદ્દંડતા પર સમયની માંગ થઈ છે સવાઈ.
મીસ. મીરાં