ખરેખર સમય કોઈ નો નથી સાહેબ......
ક્યારેક અતિ ઝડપી તો ક્યારેક અતિ ધીમો
ક્યારેક કપરો તો ક્યારેક મીઠડો
ક્યારેક હર્ષોલ્લાસ નો તો ક્યારેક ભર્યા શોક નો
ખરેખર સમય કોઈ નો નથી હોતો.....
જોઈએ છે જ્યારે વધારે તે
તો વહી જાય છે ખૂબ ઝડપી એ
ઇચ્છીએ જે જ્યારે કે જલ્દી જાય તે
તો વહેવાનું નામ જ નથી લેતો તે
ખરેખર સમય કોઈ નો નથી હોતો...
ક્યારેક કરોડપતિ ને રોડપતિ
તો વળી ક્યારેક રોડપતિ ને બનાવે મહારાજા
ક્યારેક ન ઇચ્છતું આપી જાય ને
ક્યારેક પ્રિય એવું છીનવી પણ જાય છે
ખરેખર સમય કોઈ નો નથી હોતો....
--પર્લ મહેતા