Gujarati Quote in Song by Vora Anandbabu

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીઓ નું રાજકારણ ગરમાયુ છે આજકાલ,
વર્તન કોઈ નું મારી તરફ ઓરમાયું છે આજકાલ,

મેં સઘળું સોંપી દીધું છે એને પામવાને કાજ,
છતાંય કૈક ઓછપ નું દુઃખ એને વરતાયુ છે આજકાલ....

સાબિતી સતત સુ આપ્યા કરવાની મારા પ્રેમની,
એ તો શાશ્વત સિદ્ધાંત છે,એ સમજાયુ છે આજકાલ,,,

કોક દી તો વરસાવ વરસાદ તારા વહાલનો,
બાકી તો દુનિયાના ગમ માં,મન મારુ ભીંજાયું છે આજકાલ..

હૃદય ચીરી ને ચાહું છું તને એનો વિશ્વાસ કરજે,
થોડી નકામી બાહ્ય ઘટનાઓથી,માનસ તારું બદલાયું છે આજકાલ........

વોરા આનંદબાબુ..."અશાંત"....લખ્યા તારીખ...07/02/2019.....7:37 સાંજના...

Gujarati Song by Vora Anandbabu : 111088733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now