શુભ અવસર.....
અવસર મળ્યો છે આજે
સોના કેરો મને કંઈક તો
કહેવા દો,મન ની વાત મન
માંજ રહી ગઈ આજે તો મને
બહાર લાવવા દો,......
મનમાં તો કેટલીક પડી છે,
જેના થી મન ભારે થઈ
ગયું છે, આજે કરી લેવા દો ને ખાલી......
દિલ માં તો ઘણુ રહી ગયું છે
હોઠ પર તો લાવવા દો ને આજે
નશો ચડ્યો છે મને પ્રેમ નો પ્રેમ રૂપી
દરિયા માં ડુબકી લગાવવા દો ને,.....
ખુલ્લી આંખે તો સંબંધો ના ધતંગ બહું
જોયા , જુઠ્ઠા સંબંધ ના સગપણો આજ
મારે કહેવું છે પણ આંસુ
ઓથી બહાર આવવા દો ને........
મગજ માં બહુ સવાલો છેએ મને ગુગલ,મગજ ચકરાવે ચડી ગયું છે,ઈન્ટરનેટ આપી શકે તેમ નથી, માટે મને શોધી લાવવા દો ને આજે મન આનો ઉકેલ .......
જીંદગી પણ એક જ છે,તેને યાદગાર બનાવી છે
મારે મજા કરવાની તો શરૂ જ કરૂ છું મને યાદગાર
બનાવવા દો ને.........
શૈમી ઓઝા.........