"નિશા" (ગોપી ગીત-જીવનની રીત)
નિશા પૂનમની આવી છે,
અનેં ઘેલું થયું છે આખું વૃજ,
ગોપીઓ નાં પ્રણયતાલે!
ઝૂમી ઉઠી છે ,પેલી વૃજ રજ.
રાધામય માધવ થયો છે,
અનેં નિશામય થઈ છે, ગોપી સહજ,
સમયનાં સુંદર બેહાલે!
સંયમ હરખાયો છે એ એમજ.
અભિમાન માં ગોપી આવી છે,
અને, નિશા ની થઈ છે અણસમજ,
પ્રણયની પરિવર્તિત ચાલેં!
ભાવનામય થયો છે કોમળ પ્રહર.
અલ્લડતાં ઉર માં જામી છે,
ગોપીઓ નાં મનડેં થઈ છે અરજ,
માધવ થયો છે મુજ એકલીનો !
અનેં અદ્રશ્ય થયાં છે માધવ તરતજ .
ભાન ભૂલેલી ગોપીઓ છે,
આંસુ સારે છે નિશા, પણ આમ જ.
કાનો અમથી કેમ રીસાયો ?
કોઈ તો મનાવે એનેં કરી અરજ.
રાધા નાં પ્રેમની શરત લાગી છે,
અનેં વૃજનાં અપાયા છે કોલ સહજ,
નિશા એ પ્રતિજ્ઞા કરી છે!
દાવ પર લાગી છે ,અલૌકિકતા સહર્ષ.
શુભ ઘડી આવર્તિત થઈ છે,
અને, નિશા નાં ખોરડે આવિર્ભુત ચમક,
માધવ આવ્યાં ની વધાઈઓ લેવાઈ છે!
અનેં, ઘેલી થઈ છે વૃજરજ.
ગોપીગીત ની આલોચના થઈ છે,
અને, જીવતર નાં મળ્યાં છે બોધપાઠ,
માધવ ની સંવેદનાઓ વ્યક્ત થઈ છે!
અને, પ્રેમી બન્યાં છે ગોપીજન.
મીસ. મીરાં
પૂર્વી જે. શાહ