Gujarati Quote in Good Morning by aateka Valiulla

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#HEISEVRYWHERE

ચમકતી મીઠી સાંજ માં..
તારી ભીંજાયેલી આંખ માં.
આથમતા સુર્ય ની આડ માં
હૂઁ છું ને તારા પાસે...

વિશાળ લહેરો વચ્ચે તારી નાનકડી નાવ માં..
ભાંગી ને ભુક્કો થઈ ગયેલી તારી આસ માં..
હૂઁ છું ને તારા પાસે.

સુંજેલિ તારી પાંપણ માં,
તારા અંધારા નાં આંગણ માં,
તારા શ્વાસો ની ગૂંચવાયેલી માળ માં
હૂઁ છું ને તારા પાસે.

તારી નિષ્ફળ ઉડાન માં..
તારી કપાઈ ગયેલી પાંખ માં..
હજુ જીવંત તારા વિશ્વાસ માં..
હૂઁ છું ને તારા પાસે..

તારા અંત , તારા આગાસ માં,
તારા ભિતર અને તારી આસપાસ માં,
વાસ્તવિકતાઓ અને આભાસ માં,
હૂઁ છું ને તારા પાસે,

તારા આજ ,તારા ભૂતકાળ માં
અનંત સુધી તારા શ્વાસ માં,
તારા એકાંત,તારા સહવાસ માં
હૂઁ છું ને તારા પાસે..

ધૂંધળા દેખાતા તારા માર્ગ માં,
લેવાતા દરેક તારા પગલાં ની છાપ માં,
બની ને તારી હિંમત નોઁ અણસાર,
હૂં છું ને તારા પાસે..

તારા મૌન માં,તારા અવાજ માં,
તારા અંધકાર તારા ઉજાસ માં,
બની ને નયન નો દ્રષ્ટાંત..
હૂઁ છું ને તારા પાસે..

તારી કટુતા, તારી મીઠાશ માં.
તારા પ્રશ્ન,તારા જવાબ માં,
તારા પુણ્ય, તારા પાપ માં
બની ને કર્મો નો હિસાબ.
હૂઁ છું ને તારા પાસે.

~ANV~

Gujarati Good Morning by aateka Valiulla : 111088400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now