07-02-2019 સ્ત્રી (ભાગ-૧)
કળિયુગ મા રચયીતા નુ સૌથી શ્રેષ્ઠ સર્જન એટલે સ્ત્રી - નારી - માતા - પત્નિ - પુત્રી.
સ્ત્રી ની વ્યાખ્યા કોઇ શાસ્ત્ર મા કે ગુગલ પર મળશે નહી. પણ કદાચ મારા અને સમાજ ના મતે કહુ તો સ્ત્રી એટલે ફક્ત ને ફક્ત કુરબાની અને કામ માટે જન્મ લેનાર એક માત્ર જીવ.
એ મા પાર્વતી ના રુપ મા હોય કે મા અન્નપુર્ણા ના રુપ મા, મા સિતા ના રુપ મા હોય કે રાધા ના રુપ મા કે પછી દરેક ઘર મા રેહતી નારી ના રુપ મા એ મહાન જ છે અને રેહશે.
ઘણા લોકો એ નારીશક્તિ ની તુલના ભગવાન સાથે કરી જ છે અને કહ્યુ છે કે ભગવાન બધી જગ્યા એ પોંહચી ના શકે એટલે જ એને નારીશક્તિ ની રચના કરી આ કેહનાર ધન્ય છે અને મારા મતે એમની વાત એકદમ સનાતન છે.
હવે વાત કરીયે એ શક્તિ ની જેના પર આપડો આખો દિવસ નિર્ભર રહે છે પછી એ મારા ઘર ની હોય કે તમારા ઘર ની. જે શક્તિ પેહલા મા પછી પત્નિ અને પછી પુત્રી થયી ને આપણા જીવન ને કેટલુ સરળ બનાવે છે એના વિષે થોડુ લખવા માટે તો એને સમજવી જ પડે. એટલે ઘણા વર્ષો સમજ્યા બાદ એના વિષે થોડુ લખવા ની હિંમત આખરે મે કરી તો ખરી જ.
મારા ઘર મા સૌથી પેહલા એ જ ઊઠે છે. મારુ અેલાર્મ તો એ જ છે પણ એનુ એલાર્મ પણ એ પોતે જ છે. મને નથી ખબર કે એ કેટલા વાગે ઉઠે છે. મને નથી ખબર એ આવતી કાલ ની કેટલી ચિંતા સાથે સુવે છે કે કદાચ સુવે છે કે નહી. પણ મારી સવાર એના થી જ પડે છે.
મને સવારે ઉઠતા જ બધુ જ તૈયાર મળે. પછી ન્યુજપેપર હોય, ટોવેલ હોય કે કપડા, ચા-નાસ્તો હોય રુમાલ હોય કે પછી પાકીટ હોય. મને ગરમ ચા સાથે બિસ્કીટ કે થેપલા ભાવે એ એને ખબર છે પણ એ નાસ્તા મા શુ લે છે એ મને કેમ નથી ખબર ??? ચા ઠંડી તો નથી થઇ ગઇ ને ? બીજી ચા અાપુ ? નાસ્તો કર્યો બરોબર ? આવુ તો એ રોજ પુછે જ.
સવાર મા એની પાસે એટલુ કામ હોય પણ ઓફિસ માટે નિકળુ તો દરવાજા સુધી તો મુકવા તો આવશે જ. અને જ્યા સુધી હુ એને દેખાતો હઇશ ત્યા સુધી એ મને જોવા ઉભી પણ રેહશે.
બાળકો ને ભણવા મા કેટલા વિષય આવે એ કદાચ મને યાદ નથી પણ એને દરેક વાર ના પિરિયડ યાદ છે.આજે આનો પિરિયડ છે તો આની નોટ મુકી છે તો ટિચર ને બતાવી દેજે. ટિફિન નો ડબ્બો પુરો કરી ને લાવજે. અને પોતે ખાજે બીજા ને નહી આપતો આવી મીઠી શિખામણ રોજ એને અાપે જ.
ઉઠી ને એને ચા પીધી કે નઇ એ કદાચ એને યાદ નહી હોય પણ મારા ટિફિન નો ડબ્બો મને હાથ મા આપવા નુ ક્યારેય નહી ભુલે.
કદાચ સવારે કઇ આપવા નુ ભુલી જાય કે કઇ કેહવા નુ રહી ગયુ હોય કામ મા, તો કેટલી નિર્દોષતા થી કેહશે કે સોરી હો કામ મા મારા થી આ કેહવા નુ કે આપવા નુ રહી જ ગયુ.
ક્રમશ: