માં કહું કે મમ્મી કે પછી માતા
લાડ દુલારી બસ મમ્મી મારી પ્યારી....
નખરા પુરા કરતી મારા
સમય આવ્યે ટોકતી પણ ઝાઝું
પણ લાડ દુલારી બસ મમ્મી મારી પ્યારી....
ઘર બનાવી દે જે હોટલ મારે માટ
ચાહું હું તે થાય ઘરમાં મારી મરજી નું
લાડ દુલારી બસ મમ્મી મારી પ્યારી.....
ક્યારેક ગુસ્સો કારી ખીજાય
તો વળી ક્યારેક પ્રેમ થી હાથ માથે ફેરવી જાય
એવી લાડ દુલારી બસ મમ્મી મારી પ્યારી....
ખોળો એનો સ્વર્ગ લાગે
પ્રેમ થી જ્યારે એ લાડ લડાવે
દુનિયા આખી વિસરાય જય
એવી લાડ દુલારી બસ મમ્મી મારી પ્યારી.....
ઈશ્વર ને ભેટી જે આવી પાછી મારે કાજ
સર્વસ્વ જેનું માત્ર એની દીકરી
એવી લાડ દુલારી મમ્મી મારી પ્યારી .....
--પર્લ મહેતા