એક પરી મારા ખ્વાબોમાંથી નીકળી છે,
દાદીમાએ કહેલી પેલી વાતોમાંથી નીકળી છે.
રોજ રાતે સપનામાં જેને હું શોધતી હતી,
કદાચ એમાની જ કોઈ રાતોમાંથી નીકળી છે.
બાગમાં ફરતી જોઈ હતી એને એવી,
જાણે કે પતંગિયાની જાતોમાંથી નીકળી છે.
ક્યાંથી મળી ગયું એને સરનામું મારું ?
નક્કી , સપનાની કોઈ મુલાકાતોમાંથી નીકળી છે.
એ હસતી આંખો, ને નિર્દોષ ચહેરો,
જાણે કે કોઈ ગુલાબમાંથી નીકળી છે.
દાદીમાએ કહેલી પેલી વાતોમાંથી નીકળી છે,
એક પરી મારા ખ્વાબોમાંથી નીકળી છે.
''S''