તું તો જીવી લઈશ મારા વગર
પણ હું કેવી રીતે જીવીશ તારા વગર
તારે મને યાદ કરવા chatting વાંચવી પડશે
પણ હું તો તારી વાતો માંથી જીવન જીવતા શીખી
હું કેવી રીતે જીવીશ તારા વગર
તારે મને યાદ કરવા call recording સાંભળવી પડશે
પણ મને તો તારા અવાજ ના ભણકારા થયાં જ કરે
તારું ખળખળ હાસ્ય સંભળાયા કરે
હું કેવી રીતે જીવીશ તારા વગર
તારે મને યાદ કરવા photoes જોવા પડશે
પણ તું તો મારા દિલ અને દિમાગ પર છવાયેલો છે
તું મારી આંખોમાં વસેલો છે, મને તું દેખાયા કરે છે
હું કેવી રીતે જીવીશ તારા વગર
તું જીવી લઈશ આપણી મુલાકાત યાદ કરી કરીને
પણ હું તો તારી મુલાકાત રોજ કરું છું સ્વપ્નમાં
હું કેવી રીતે જીવીશ તારા વગર