English Quote in Shayri by Harshil Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરત છે દૂરથી જોયા કરો દુનિયાના વેહવારો,
ડૂબી જાએ તો સરખી છે એ હોડી હો કે મનવારો.

ભલા માણસ આ કિંમતી ચીજનો તેં લાભ લીધો છે?
કે કડવું સત્ય કહેવાની સવડ આપે છે તકરારો.

કોઈ જો આટલું સમજે જગતથી પર બની જાએ,
ફક્ત છે લાગણીના ખેલ,અપકારો કે ઉપકારો.

મને આ સ્વર્ગ દઈને ઓ પ્રભુ કેવો જુલમ કીધો?
અહીં બેઠા મને સંભળાય છે,દોઝખની ચિત્કારો!

હકીકતમાં કોઈ પણ વાર્તા પુરી નથી થાતી,
ભલે એમાં પ્રસંગ મુજબ રહે શબ્દોના શણગારો.

પછી જે કંઈ મજા મળશે બહુ સાચી મજા મળશે,
'મરીઝ' એકજ શરત છે કે તજી દઈએ અધિકારો.

#મરીઝ

English Shayri by Harshil Patel : 111087968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now