પ્રેમની બાહોંમાં હું ઘટા બનીને રહું
હું તો ખુશ્બુ છું, હું હવા બનીને રહું
તારા રિસામણાની એ સજા મળી અમને,
આ જગતમાં ફક્ત હું કજા બનીને રહું..
ચંદ્રના પ્રેમમાં સળગતી રહી ચાંદની..,*
મારા પરવાનાની હું શમા બનીને રહું..
ઈશ્કની રાહોમાં કદમ માંડે જ્યાં મોહતરમા,*
એની નસનસમાં, હું નશા બનીને રહું..
છે તમન્ના એટલી, બસ એ જ સપનું..;*
એના અધરો પર, હું દુવા બનીને રહું..
લાવી ઝંખના આશિકીના દ્વારે અમને,*
એની આગોશમાં, હું વફા બનીને રહું..!!*