*અમી*
અમી આંજેલી આંખોમાંથી અશ્રુધારા આવતી હતી.
પ્રથમ પ્રેમના પ્રસ્તાવની પરીક્ષા પાસ પાડવી હતી.
હોઠની હરકત હૈયે હરખના હિલોળે હિંમત માંગતી હતી.
મનનો મોરલો મહેંકી મિલાનમાં મસ્તીની મોજ માણી હતી.
કમળ કરમા કર કસી કઈક કાનમાં કહેતી હતી.
દિલ દિધું દેહ દિધું દર્શન દુર્લભ દઈ
દુઃખ દેતા નહીં.
સંજના સાથે સપનાં સેવવાની શરુઆત કરતી હતી.
અંતરની *અમી* આપજો એવી એની એક વિનંતી હતી.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ.