સરખામણી.. સૌથી ખતરનાક બીમારી ને આપણે બધા જ એનો શિકાર છીએ. મેં આ સરખામણી ને બે ભાગ માં વેચી છે.
૧) બીજા જોડે
૨) પોતાના જોડે
બીજા જોડે તો તમે બધા સમજી જ ગયા હશો કે એતો બહુ ખતરનાક. માછલી ચકલી જોડે સરખામણી કરે કે તું તો કેવી ઉડી શકે હું તો કદી ઉડી જ ન શકું. બદલામાં ચક્લી કે હા, સાચી વાત તું પણ કેવી તરી શકે હું તો કોઈ દિવસ તરી જ ના શકું. બન્ને ચિંતામાં ગરકાવ થઈ જાય.
પોતાની જોડે. એતો એથીય વિશેષ ખતરનાક. જેમાં ચકલી વિચારે પેલા તો મારે કેવું સારું હતું નહીં! માળાની બહાર ગયા વગર જ મને ચણ મળી જતું. હવે તો મારે જ ઉડવું પડે છે ને જાતે જ લાવું પડે છે.
ચકલીનું ઉદાહરણ એટલે જ આપ્યું કે ચકલી ની વાતો અજીબ લાગે તો આનાથી ક્યાંય અજીબ વાતો તમે કરો છો. પોતાની જોડે સરખાવું એટલે જીવનના દરેક તબક્કા માં તમે પણ એક જેવા નથી જ હોતા. આજે 50 દાદરા ચડી શકો છો અમુક ઉંમરે નહિ ચડી શકો અથવા ચડી જશો તો હાંફી જશો. તો એવું થાય.. એ નોર્મલ છે. એ સમયે જુના તમને યાદ કરી દુઃખી થવું એ એક પ્રકારની સરખામણી જ થઈ.
પોતાની જાતને આ ફરિયાદ કરતી ચકલીના બનાવો. પાંખો આપી છે ભગવાને, મુક્ત આકાશ આપ્યું છે.. બસ ઉડો ને મોજ કરો...
#ચાલ જીવી લઈએ