આ દિલ છે મારું દોસ્ત,
ક્યારેક લાગણીઓમાં ભીંજાય છે!
ને ક્યાંક અધવચ્ચે મુંજાય છે!
આ દિલ છે મારું દોસ્ત,
ક્યારેક પ્રેમના તેજમાં અંજાય છે!
ને વિરહની ક્ષણે દુભાય છે!
આ દિલ છે મારું દોસ્ત,
પળે પળે કોઈની યાદોથી અભડાય છે!
ને પાછું વારે વારે પછડાય છે!
આ દિલ છે મારું દોસ્ત,
છેક છેટેથી કોઈની ખુશ્બૂથી મલકાય છે!
ને મિલન ટાણે હરખાય છે!
આ દિલ છે મારું દોસ્ત,
વખતો વખત ત્યાં સ્વયં ગીરવી થાય છે!
આખરે વિના તીરે જ વીંઝાય છે!!!